| |
સોમનાથ જ્યોતિર્લિંગ
અતિપવિત્ર પ્રભાસ – ક્ષેત્રમાં સેંકડો સદીઓ પહેલાં એવું
બન્યું કે ચંદ્રના અપ્રતિમ તેજથી આકર્ષાઈને આ ક્ષેત્રના રાજા દક્ષ પ્રજાપતિએ
પોતાની સત્યાવીસ કન્યાઓનાં લગ્ન ચંદ્રમા સાથે કર્યા હતાં, પરંતુ ચંદ્રને
તો માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો, અને તેથી બાકીની છવ્વીસ
દક્ષ-કન્યાઓ પક્ષપાતને કારણે ભારે દુઃખી રહેતી હતી. આથી દક્ષરાજાએ ચંદ્રમાને
ખૂબ સમજાવ્યા, પરંતુ ચંદ્ર ઉપર તેની કોઈ અસર થઈ નહિ. છેવટે નારાજ થઈને દક્ષરાજાએ
ચંદ્રમાને શાપ આપ્યો કે "જા, તારા તેજનો ક્ષય થશે અને તું હંમેશને
માટે અદ્રશ્ય થઈ ગયો, ધરતી પર ચારેકોર ‘ત્રાહિ ત્રાહિ‘ના પોકાર થવા લાગ્યા.
દક્ષના આ શાપમાંથી મુક્ત થવા માટે દેવોને પ્રાર્થના કરી ત્યારે, ઈન્દ્ર વગેરે
દેવો તથા ઋષિ – મુનિઓને બીજો કોઈ માર્ગ ન સૂઝતાં સૌ પિતામહ બ્રહ્માજી પાસે
ગયા."
મૃત્યંજય ભગવાનની આરાધના કરવી અને તે પ્રસન્ન થાય તો જ ચંદ્ર શાપમુક્ત થશે.
ચંદ્રમાએ દેવ સમુદાય સહિત પ્રભાસમાં આવીને મૃત્યુંજય ભગવાનની અર્ચનાનું અનુષ્ઠાન
કર્યુ, મૃત્યંજયના મંત્રથી પૂજા અને જાપ થવા લાગ્યા, છ મહિના સુધી નિરંતર
ધોર તપ કર્યુ અને દસ કરોડ મંત્રના જાપ્ કર્યા. પરિણામે આશુતોષ ભગવાન પ્રસન્ન
થયા અને મૃતતુલ્ય ચંદ્રમાને અમરત્વનું વરદાન આપ્યું, પણ ચંદ્રમાએ કરેલ અપરાધ
માટે કહ્યું કે "પંદર દિવસ સુધી તારી એક એક કલા ધીમે ધીમે ઘટતી જશે,
અને ત્યારપછી એ જ ક્રમમાં પંદર દિવસ સુધી તારી એક એક કલા વધતી વધતી પૂર્ણિમાને
દિવસે તું પૂર્ણચંદ્રના રૂપમાં આવી જઈશ." આમ, કલાહીન કલાધર ફરી એકવાર
કલાયુક્ત થઈ ગયો અને સારી સૃષ્ટિમાં સુધાકરનાં સુધા-કિરણોથી પ્રાણ- સંચાર
થવા લાગ્યો. ત્યારબાદ, ચંદ્રમાની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભક્તોના ઉદ્ધાર
માટે મૃત્યંજય ભગવાન શંકરે પ્રભાસ-ક્ષેત્રમાં જ્યોર્તિલિંગના રૂપમાં હંમેશને
માટે વાસ કર્યો. ચંદ્રમાએ ભગવાન શંકર મહાદેવને પોતાના ઈષ્ટદેવ માન્યા, અને
ત્યારથી ભગવાન ભોળાનાથ પ્રભાસ – ક્ષેત્રમાં ‘ચંદ્રના નાથ‘ નામથી પૂજાય છે.
ભગવાન શંકર આ યુગમાં, એટલે કે પ્રથમ પિતામહ બ્રહ્માદેવનાયુગમાં, ‘મૃત્યંજય‘
નામથી પૂજાતા હતા. ત્યારપછીના પાંચ બ્રહ્માઓના યુગમાં, એટલે કે પદ્મભૂદેવના
ગુગમાં કાલાગ્નિ રુદ્ર, સ્વયંભૂદેવના યુગમાં અમૃતેશ, પરમેષ્ટિ બ્રહ્મદેવના
યુગમાં અનામય, સુરજ્યેષ્ઠના યુગમાં કૃતુવાસ, હેમગર્ભ નામના બ્રહ્માદેવના
યુગમાં ભૈરવનાથ, અને અત્યારના સાતમા બ્રહ્માદેવના યુગમાં અહીં ‘સોમનાથ‘ તરીકે
પૂજાય છે. આ જ પ્રમાણે શિવજી સત્યયુગમાં ‘ભૈરવેશ્વર‘, ત્રેતાયુગમાં ‘શ્રવર્વિકેશ્વર‘
દ્વાપરયુગમાં ‘શૃગાલેશ્વર‘ નામથી પૂજાતા હતા, જ્યારે કલિયુગમાં ‘સોમનાથ‘ના
નામથી પૂજાય છે.
પ્રભાસ-ક્ષેત્રમાં બ્રહ્માજીએ ભૂમિ ખોદીને સ્વયંભૂ જ્યોર્તિલિંગ સોમનાથના
દર્શન કર્યા, એ લિગને દર્ભ, મધ અને બિલ્વપત્રથી આચ્છાદિત કરીને બ્રહ્માજીએ
તેના ઉપર બ્રહ્માશિલા રાખી દીધી અને તેના ઉપર સોમનાથના બૃહદ્ – લિંગની પ્રતિષ્ઠા
કરી અને ચંદ્રમાએ તેનું પૂજન કર્યું.
|
|
|
Somnath Temple in Gujarat
Somnath Temple in GujaratSomnath Temple Jyotirlinga is situated at Somnath
Patan (the south coast of Saurashtra), near Veraval in (Prabhas Kshetra)
Kathaiwad district in Gujarat. Somnath is considered to be the first of
the 12 Jyotirlingas of Shiva and is a revered pilgrimage center in India.
Legend of Somnath
Temple
Skanda Purana, in a chapter on Prabhasa Khanda, describes the emergence
of this Jyotirlinga. Legend goes that the moon was married to the 27
daughters of Daksha Prajapati. Amongst all his wives, he had special
love towards Rohini and neglected the others. Seeing the negligence
of Chandra towards his other wives Prajapati Daksha cursed Chandra that
he would lose his beauty and radiance. But because of a moon devoid
of radiance and beauty the entire world became lifeless. A disturbed
Chandra, came down to Prabhasa with Rohini and worshipped the Sparsa
Linga of Somnath after which he was blessed by Shiva to grow and shine
in the bright half. As the moon regained his light here, this town came
to be known as Prabhasa. Brahma, one of the trinity, installed the Brahmashila,
and paved way for the construction of the temple. On the request of
the Chandrama and other gods Bhagwan Shankar assumed the name Somchandra
(Jyotirlinga) and resided there eternally. He became famous by the name
Somnath in the three worlds. Since, it was the Prabhas Kshetra where
Bhagwan Shri Krishna performed all his Lilas. In this temple there is
a small cave in which a lamp burns continuously.
The Skanda Purana describes
the Sparsa Linga of Somnath as one bright as the sun, the size of an
egg, lodged underground. The Mahabharata also refers to the Prabhasa
Kshetra and the legend of the moon worshipping Shiva.
Ransacking and Rebuilding
of Somnath Jyotirlinga
Somnath Jyotirling has been destroyed and rebuilt a number of times
in the history:
* Accounts of glory and
wealth of Somnath by the Arab traveler Al Biruni prompted a visit by
Mahmud of Ghazini who ransacked and destroyed the temple in 1025 CE.
It was immediately rebuilt by King Bhima of Gujarat and King Bhoja of
Malwa.
* Somnath temple was destroyed again by Alaf Khan, the general of Allauddin
Khilji in 1300 CE. It was rebuilt again by King Mahipala of the Chudasama
dynasty.
* Somnath shrine was destroyed yet again in 1390, 1490, 1530 and finally
in 1701 by Aurangazeb. It was rebuilt with perseverance each time after
it was destroyed.
BACK
12 Jyotirlinga
• Somnath
Temple • Mallikarjun Temple
• Mahakaleshwara Temple
• Omkareshwar Temple
•Vaidyanath Temple •
Bhimashankar Temple • Rameshwaram
Temple • Nageshwar Temple
• Vishwanath Temple
• Trimbakeshwar Temple
• Kedarnath Temple •
Grishneshwar Temple
Copyright all right reserved 12jyotirlinga.com |
|